તુલસી કબીર સૂર , હિન્દીજા તાં હીરા જેડા,
તેડો કચ્છી ભાષા જો તાં કવિ હિ કારાણી આય.
કચ્છી સાહિત્યના ભેખધારી તથા સોનગઢ રત્નાશ્રમના ભૂતપૂર્વ સુપ્રિટેન્ડ શ્રી દુલેરાય કારાણી સાહેબની 126 મી જન્મજયંતિ તેમજ 34 મી પુણ્યતિથિ નિમિત્તે સોનગઢ રત્નાશ્રમનાં આંગણે “કચ્છી ડાયરા” નું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં શ્રી લાલ રાંભિયા તેમજ સાથી કલાકારો તેમજ સોનગઢ રત્નાશ્રમના વિદ્યાર્થી કલાકારો દ્વારા “ ચઇ ચઇ કિતરો ચે કારાણી “ માં કચ્છી સાહિત્ય રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

કચ્છડો ખેલે ખલકમેં, જીં મહાસાગરમેં મચ્છ ,
જિત હિકડો કચ્છી વસે, ઉતે ડીયાણો કચ્છ