રત્નાશ્રમ દ્વારા ધોરણ 6 થી 8 બન્ને માધ્યમમાં (પ્રાથમિક વિભાગ) તારીખ : ૧૬ થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૧ સુધી સંસ્કૃત પર્વનું આયોજન કરવામાં આવેલ હતું. સંસ્કૃત પર્વનું આયોજન કરવાનો મૂળ ઉદેશ્ય હતો કે વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા પ્રત્યે જ્ઞાન, કૌશલ્ય, અભિરુચિ અને રસ કેળવાય. જેમાં વિદ્યાર્થીઓને સંસ્કૃતનું જરૂરી સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું હતું. જેમ કે સંસ્કૃતનાં અંકો, પશુ, પક્ષી, ફળ, વાહનો, શરીરના અવયવો, વારના નામ, શ્લોકો અને વાર્તા દ્વારા ૨૦ માર્કસની GOOGLE FORM નાં માધ્યમથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી ને A, B, C ગ્રેડ આપવામાં આવ્યા હતા.
