રત્નાશ્રમમાં થયેલી પ્રજાસત્તાકદિનની શાનદાર ઉજવણી

સોનગઢ રત્નાશ્રમ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં હરહંમેશ મોખરે હોય છે.26મી જાન્યુઆરીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.ઉપસ્થિત મહેમાનશ્રી રશ્મિબેનના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો.ત્યાર બાદ ભારતમાતાને પુષ્પવંદન અર્પણ કરીને બન્ને બાપાશ્રીના આશીર્વાદ મેળવ્યા.
ના પૂછો જમાને સે કિ ક્યાં હમારી કહાની હૈ,
હમારી પહચાન તો બસ ઇતની હૈ કિ હમ સબ
આવી જ રાષ્ટ્રભાવનાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય પ્રેમના રંગમાં રંગાઇ જવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં દીપ પ્રાગટ્ય,પ્રાર્થનાગીત શ્રી હાર્દિકભાઈ જોશી,વક્તવ્ય શ્રી નરેશભાઈ આંસલ,દેશભક્તિ ગીત ધોરણ 10 ના વિદ્યાર્થીઓ,મહેમાનશ્રીનું વક્તવ્ય,દેશભક્તિ ગીત
શ્રીતુષારભાઈ જાની,નાટક (દિગ્દર્શક શ્રી જયેન્દ્રભાઈ ભટ્ટ)ધોરણ 12ના વિદ્યાર્થીઓ,નૃત્ય ધોરણ 10ના વિદ્યાર્થીઓ,આભારવિધિ શ્રી હિરેનભાઈ ભટ્ટે કરી હતી.ઇવેન્ટ ટીમે ખૂબ સરસ આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઇપણ જાતની કચાસ છોડી નહી.શ્રી દિનેશભાઈ કાનાણીએ સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો.