આદ્ય સંસ્થાપક શ્રી પરમ પૂજ્ય મુનિરાજશ્રી કલ્યાણચંદ

પરમ પૂજ્ય મુનિરાજશ્રી કલ્યાણચંદ્રજી બાપાની 138 મી જન્મજયંતીની ઉજવણી સતત બે વર્ષના કપરા સમય બાદ સ્થાનિક કક્ષાએ ઉત્સાહપૂર્વક ઉજવાય. આ વર્ષે સંસ્થાના 130 થી વધુ રત્નો તેમજ સંસ્થાના ટ્રસ્ટી તથા ઉપપ્રમુખશ્રી ચંપકભાઈ ગંગર તથા ટ્રસ્ટીશ્રી  નાનજીભાઈ ફુરિયા  તેમજ સંસ્થાના ઉપપ્રમુખશ્રી મનસુખભાઈ લાપસિયા તથા ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રકાંત નાગજી છેડા (થાણાવાળા ) કારોબારી સભ્ય શ્રીઓ વિજયભાઈ દેઢિયા, હિતેશ દંડ તથા પ્રફુલ ધરોડની હાજરીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક યોજાયેલ. તા. ૨૪.૧૨.૨૦૨૧ ના રોજ અધિકારીગણની હાજરીમાં પધારેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને  

         

2 દિવસીય કાર્યક્રમની રૂપરેખા તેમજ નિયમો અંગે વાકેફ કરેલ. આ ઉપરાંત બપોરના સમયે શાળાની વિવિધ લેબ તેમજ બાળકો દ્વારા બનાવેલ વિવિધ પ્રોજેક્ટ નિહાળેલ. બપોરના સમયે હાલે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ,  ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારે યોજાયેલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ ઉપરાંત સાંજના સમયે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં ફ્યુઝન, નાટક, વિવિધ ગીત પર ડાન્સ વગેરે ઉમદા કૃતિઓ  રજૂ કરેલ. ત્યારબાદ મ્યુઝીક ટીમના સભ્યો દ્વારા ડાયરાનો કાર્યક્રમ રજૂ કરેલ, તે ખૂબ જ સુંદર રહેલ..

 

news headlines