જીવન સંસ્કાર શ્રેણી

જૈન ધર્મમાં  પાવન તીર્થ સ્થાન એવું શત્રુંજય ગિરિશિખર જ્યાં બિરાજમાન છે, અને સાધુ-સાધ્વી-ભગવંતો-શ્રાવકોની યાત્રાનો જે રાજમાર્ગ છે, એવું સોનગઢ ગામ. અને સોનગઢ ગામમાં જ્યાં બાળકોનું સર્વાંગી જીવન-સંસ્કાર ઘડતર થઈ રહ્યું છે, એવું સોનગઢ રત્નાશ્રમ. સોનગઢ રત્નાશ્રમમાં બાળકો ઔપચારિક શિક્ષણની સાથે સાથે જીવન સંસ્કારની કેળવણી પણ પ્રાપ્ત કરે એવા હેતુ સાથે સાધુ-સાધ્વી ભગવંતોનાં  પાવન પગલાં જયારે આ ધરા પર પડે છે ત્યારે એમનાં આશીર્વચનનો લાભ મળતો રહે છે.

પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી મોક્ષરતિસુરિજી મ.સા.નાં પાવન પગલાં રત્નાશ્રમની ધરા પર થયેલ.આનંદની વાત એ છે કે શૈક્ષણિક વર્ષના પ્રારંભના સમયમાં જ મહારાજ સાહેબનાં આશીર્વચનનો અવસર બાળકોને મળેલ.         

             જેમાં, મુખ્ય વિષય હતાં :

૧. જે બનો તે સાચા બનો,જે કાર્ય કરો તે સારું કરો.

૨. ગુરુકુળની વ્યવસ્થા સદગુણો મેળવવા માટે.

૩. તમારું લક્ષ્ય મનુષ્ય ભવને સફળ બનાવવા માટે.

૪. બીજાને હંમેશ મદદરૂપ બનવા તત્પર રહો.

૫. બીજાને દુઃખી કરીને સુખી થવાય નહિ.

 

 

 

news headlines