મહાત્મા ગાંધીજીના જીવન પરિચય વિષયક પ્રવૃત્તિ

                સોનગઢ રત્નાશ્રમ એટલે વિવિધ તહેવારો અને વિધ વિધ મહાન વ્યક્તિઓની જન્મજ્યંતિની ઉત્સાહ અને ઉમંગ પૂર્વક ઉજવણી કરી બાળકોની સાચા અર્થમાં કેળવણીનું ઘડતર કરનારું હબ.બાળકો અહીં હાજર હોય ને જે ઉજવણી થાય એનો આનંદ જ અનેરો હોય છે.પણ 2020 નું વર્ષ કોવિદ-19 ના કારણે સમગ્ર વિશ્વ માટે એક મહામારીનું વર્ષ બની રહ્યું.શાળા-કોલેજો બંધ ને બાળકો onlaine શિક્ષણ ઘરે રહીને લઇ રહ્યા છે.આ કપરા સમયમાં સોનગઢ રત્નાશ્રમ દ્વારા બાળકો ઘરે રહીને શૈક્ષણિક જ્ઞાન પ્રાપ્ત કરે એની સાથો સાથ બાળકો તહેવારો અને મહાન વ્યક્તિનાં વ્યક્તિત્વથી પરિચિત થાય અને એમના આદર્શ વિચારોને જીવનમાં સ્થાન આપે એ અનુસંધાને તારીખ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજ્યંતિની ઉજવણી રૂપ બાળકો ઘરે રહીને મહાત્મા ગાંધીજીના આદર્શ જીવન અને આદર્શ વિચારોને જીવનમાં ઉતારે એ માટે “મારી દૃષ્ટિએ મહાત્મા ગાંધીજીનું આદર્શ જીવન’ વિષય પર નીચેના જેવી વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલ.

1

નિબંધ લેખન

આશરે ૩૦૦ શબ્દોમાં

2

સ્લાઈડ શો (PPT)

10 થી 15 સ્લાઈડ

3

વિડીયો બનાવવો

પાંચ મિનિટ

     આ પ્રવૃત્તિમાં ધોરણ 9 થી 12 નાં કુલ 48 વિદ્યાર્થીઓએ ખૂબ રસ-રુચિ અને જિજ્ઞાસા પૂર્વક ભાગ લીધો.જેમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર બાળકોનાં નામ નીચે પ્રમાણે જણાવવામાં આવેલ છે.              

1

નિબંધ લેખન

પોલડીયા કેવલ-10G અને વાઘેલા ધ્રુવ-9G

1

સ્લાઈડ શો (PPT)

ગાઠાણી પારસ-12 , ખોના પ્રતીક-9G અને

વોરા કરણ-9E

1

વિડીયો બનાવવો

લાલન મલવ-10E

પ્રથમ આવનાર તમામ બાળકોને અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા...સાથે સાથે સોનગઢ રત્નાશ્રમ પ્રત્યે હંમેશ દાનની સરવાણી વહેતી મુકનાર દાનવીર દાતાશ્રીઓની પણ ખૂબ ખૂબ અનુમોદના જેમના થકી જ રત્નાશ્રમમાં ઉત્સાહ પૂર્વક આવી પ્રવૃત્તિનું આયોજન સફળ રીતે થઇ શકે છે.

                                                                                રીપોર્ટ

                                                                        INDIAN LANGUAGE MALL

news headlines