ગુરુપૂર્ણિમા - 2022

સોનગઢ રત્નાશ્રમની પાવન ધરા પર ઉજવાયો "ગુરુ પ્રત્યેના ભાવને આદરપૂર્વક અભિવાદન કરતો ઉત્સવ એટલે ગુરુપૂર્ણિમા."
 
 
ગુરુ એટલે અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનતાથી જ્ઞાન તરફ લઇ જઇ જીવ, જગત અને જગદીશનો પરિચય કરાવનાર તત્ત્વ.
 
સોનગઢ રત્નશ્રમમાં ખૂબ જ આદરભાવ પૂર્વક આ દિવસની ઉજવણી કરવામાં આવી. જેની એક ઝલક, 
🙏 સૌ પ્રથમ રત્નાશ્રમ પરિવારના ગુરુ અને સંસ્થાના આદ્ય સ્થાપક એવા પ.પૂ.મનુરાજશ્રી ચારિત્રવિજયજી મ.સા. અને પ.પૂ.મુનિરાજશ્રી કલ્યાણચન્દ્રજી મ.સા. ને સૌ પરિવારજનોએ પુષ્પ અર્પણ કરી વંદન કર્યા. 
🚩 ઓડિટોરિયમ હોલમાં ગુરુ પ્રત્યેના ભાવની શાનદાર રજુઆત બાળકોએ કરેલ. જેમાં, ધોરણ 6 ના બાળકોએ અભિનય ગીત, ધોરણ 6,8 અને 9ના બાળકોએ ગુરુ દ્રોણ,સત્યમ વદામી અને અંધેર નગરી નાટય અભિનય કરેલ.ધોરણ 12 ના બાળકોએ અભિનય ડાંસ રજૂ કરેલ.
🛐 આપણી ચારેય ભાષામાં ગુરુ પ્રત્યેના ભાવને રજૂ કરતું સુંદર વક્તવ્ય આપેલ. સાથે સાથે ગુરુ જનોએ પણ ગુરુનો મહિમા સમજાવશે. 
 
  આ રીતે સૌના સાથ અને સહકારથી આ કાર્યક્રમ સુંદર રીતે રજૂ થયેલ.
 
http://www.songadhashram.org/Gallery.aspxવધુ ફોટા જોવા માટે અહી ક્લિક કરો.

news headlines