Cyber Awareness Program

સોનગઢ રત્નાશ્રમમાં 'રાજ્ય પોલીસ વિભાગ'ના ઉપક્રમે સોનગઢ પોલીસ સ્ટેશન તરફથી સાઇબર અવેરનેસ પ્રોગ્રામ થયેલ. જેમાં ધોરણ 11 તથા 12 ના વિદ્યાર્થીઓએ પ્રશ્નોત્તરી અને ચર્ચા દ્વારા ખૂબ સરસ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જેમાં વિવિધ પ્રકારના ફ્રોડ અને આકર્ષક-લોભામણી જાહેરાતો દ્વારા માહિતીની ચોરી વિષે વાત કરી, તેનાથી કેવી રીતે સાવચેત રહીં શકાય તેના ઉપાયો જણાવ્યા હતાં. ખાસ વાત એ કરી, જ્યારે આપણે કોઈપણ કારણથી સાઈબર ગુન્હાના ભોગ બનીએ તો 1930 નંબર પર પોલીસ મદદ મેળવી અને ફરિયાદ નોંધાવી શકાય છે.

 

news headlines