INDUSTRIAL VISIT -2021

વિદ્યાર્થીઓને ભણતરની સાથે સાથે ગણતર મળી રહે એ હેતુથી સોનગઢ રત્નાશ્રમ દ્વારા H.S.C ના વિદ્યાર્થીઓને  INDUSTRIAL  VISIT કરાવવામાં આવે છે. જેથી ભવિષ્યના એક સફળ બેઝ્નેશમેન તરીકેના ગુણો તેનામાં ખીલી શકે.એ અંતર્ગત આ વર્ષે વડોદરા મુકામે ૩ FACTORY ની વિઝીટ કરવાનું લોકલ મેનેજમેન્ટ દ્વારા નક્કી કરાયું.તે માટે તારીખ ૨૮/૦૮/૨૦૨૧ ના શનિવારના રોજ ધોરણ ૧૧-૧૨ના કુલ ૬૭ વિદ્યાર્થીઓ સાથે ૯ શિક્ષક મિત્રોનો સ્ટાફ વડોદરા મુકામે GIDC પહોંચેલ. 

  1. JAY ENGINEERING : (OWNER: અજયસિંહ ગોહિલ)

જે ENVELOP તેમજ BOXES પર પ્લાસ્ટિકની WINDOW ચિપકાવવાની મશીનરીનું PRODUCTION કરતા હતા. જેની સંપૂર્ણ PROCESS ની જાણકારી OWNER શ્રી અજયસિંહ ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી.તેમનું વાર્ષિક ટર્નોવર ૭-૮ કરોડનું છે. વિદ્યાર્થીઓએ પણ ખૂબ જિજ્ઞાસાપૂર્વક તે વ્યક્તિ શૂન્યમાંથી ઉદ્યોગપતિ તરીકે કેવી રીતે સફળ થયેલ તે જાણ્યું.

  1. JAY PRINTERS  (MULTI COLOR PRINTING)

જે સ્ટેશનરી તેમજ કાર્ડ, બોક્ષ વગેરેની PRINTING ની FACTORY હતી. ત્યાં વિદ્યાર્થીઓએ PRINTING, ROW MATERIALS, PROCESS, CUTTING, WEST વગેરેની જાણકારી પ્રાપ્ત કરી.

  1. S.K. ENGINEERING  (OWNER : સુનીલભાઈ પટેલ)

જે દવા બનાવતી મશીનરીના PARTS નું  PRODUCTION  કરતી કંપની છે. આ પણ બહોળો અનુભવ ધરાવતી કંપની હતી. જેનું ટર્નોવર ૮૦ થી ૯૦ કરોડનું છે. તેમજ BUILDUP AREA પણ ઘણો મોટો હતો. ત્યાંના AUTHRITY સભ્યએ વિદ્યાર્થીઓને દવાના PACKING માં તેઓએ બનાવેલી ડાઈ કેટલી મહત્વની છે. તેની જાણકારી આપી.

    એકંદરે વિદ્યાર્થીઓને ઘણું નવું જાણવા મળ્યું. કોરોનાનો માહોલ હોવાથી અન્ય FACTORY માં વિઝીટ શક્ય નહોતી. વડોદરામાં સંસ્થાના શુભેચ્છક શ્રી અનિલભાઈ કેનિયાનો સારો એવો સહકાર રહ્યો.તેઓ અને તેમના પુત્ર શરુથી અંત સુધી અમારી સાથે જ હતા.

    સાંજે ૪ : ૦૦ કલાકે અમારો ઉતારો અલકાપુરી જૈન ઉપાશ્રય પર હતો.ત્યાં રવિવાર અને સોમવારના રોજ એમ બે દિવસ પ્.પૂ.આ.ભ. શ્રીમદ વિજય શ્રેયાંસપ્રભસુરીશ્વર મ.સા. ના સાન્નિધ્યમાં રહી જીવન સંસ્કાર ઘડતર વિષયક અમૃતવાણીનો લાભ મેળવેલ.

news headlines