જીવન-સંસ્કાર શ્રેણી

જૈન ધર્મમાં  પાવન તીર્થ સ્થાન એવું શત્રુંજય ગિરિશિખર જ્યાં બિરાજમાન છે, અને સાધુ-સાધ્વી-ભગવંતો-શ્રાવકોની યાત્રાનો જે રાજમાર્ગ છે, એવું સોનગઢ ગામ. અને સોનગઢ ગામમાં જ્યાં બાળકોનું સર્વાંગી જીવન-સંસ્કાર ઘડતર થઈ રહ્યું છે, એવું સોનગઢ રત્નાશ્રમ. સોનગઢ રત્નાશ્રમમાં બાળકો ઔપચારિક શિક્ષણની સાથે સાથે જીવન સંસ્કારની કેળવણી પણ પ્રાપ્ત કરે એવા હેતુ સાથે સાધુ-સાધ્વી ભગવંતોનાં  પાવન પગલાં જયારે આ ધરા પર પડે છે ત્યારે એમનાં આશીર્વચનનો લાભ મળતો રહે છે.

પ.પૂ. મુનીરાજ શ્રી કલ્યાણરત્નવિજયજી મ.સા. આદિ 55 સાધુ ભગવંતોનાં પાવન પગલાં રત્નાશ્રમની ધરા પર થયેલ.બાળકોને અસરકારક અને સરળ શૈલીમાં 'આર્ટ ઓફ લીવિંગ'- (સુખનો માર્ગ) વિષય પર પ્રવચન આપેલ.

 

news headlines